
સેન્ટનરે કહ્યું કે આખી ઈનિંગ દરમિયાન તે સુંદરની જેમ જ યોગ્ય એંગલ અને પેસ પર બોલ નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે બોલની સ્પીડ 90 સુધી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેમ-જેમ રમત આગળ વધતી ગઈ તેમ-તેમ તેણે ગતિ પણ બદલી. જેના કારણે તેને સફળતા મળી અને તે પોતાની ટીમને 103 રનની લીડ અપાવવામાં સફળ રહ્યો.

ભારતીય ટીમે બીજા દિવસની શરૂઆત 1 વિકેટના નુકસાન સાથે કરી હતી. ટીમને બીજો ફટકો 50ના સ્કોર પર લાગ્યો હતો. સેન્ટનરે શુભમન ગિલને આઉટ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી તે અટક્યો નહીં. તેણે વિરાટ કોહલી અને સરફરાઝ ખાન સહિત કુલ 7 વિકેટ લીધી હતી.

આ સાથે સેન્ટનરે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આટલું જ નહીં, તે ભારતમાં ન્યુઝીલેન્ડ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના મામલે ત્રીજો બોલર પણ બની ગયો છે. અગાઉ 2021માં એજાઝ પટેલે 119 રન આપીને 10 વિકેટ લીધી હતી. જ્યારે 1976માં રિચર્ડ હેડલીએ 23 રન આપીને 7 વિકેટ લીધી હતી. હવે સેન્ટનરે 53 રનમાં 7 વિકેટ લીધી છે. (All photo Credit : PTI / GETTY )
Published On - 9:28 pm, Fri, 25 October 24