IND vs NZ: જે પુરુષ ટીમ ન કરી શકી તે મહિલા ટીમે કરી બતાવ્યું, ન્યુઝીલેન્ડને વનડે શ્રેણી 2-1થી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચ જીતીને લીડ મેળવી હતી પરંતુ બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને એકતરફી રીતે હરાવીને શ્રેણી બરોબરી કરી હતી. આ બંને મેચમાં સ્મૃતિનું બેટ શાંત રહ્યું, પરંતુ નિર્ણાયક મેચમાં ભારતીય ઓપનરે પોતાનું જૂનું વલણ બતાવ્યું અને સદી ફટકારીને ટીમને જીત તરફ લઈ ગઈ.

| Updated on: Oct 29, 2024 | 9:29 PM
4 / 5
ટીમ ઈન્ડિયાની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી પરંતુ આ વખતે સ્મૃતિ મંધાના નહીં પરંતુ તેની ઓપનિંગ પાર્ટનર શેફાલી વર્મા (12) ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. T20 વર્લ્ડ કપ અને છેલ્લી બે વનડેમાં નિષ્ફળ ગયેલી સ્મૃતિએ આ વખતે સાવધાનીપૂર્વક રમવાનું અને ક્રિઝ પર ઊભા રહેવાનું નક્કી કર્યું. તેને યાસ્તિકા ભાટિયાનો સારો સાથ મળ્યો અને બંનેએ બીજી વિકેટ માટે 76 રનની મજબૂત ભાગીદારી કરીને પરિસ્થિતિને સંભાળી લીધી. આ ભાગીદારી દરમિયાન સ્મૃતિએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

5 / 5
આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર આવી અને વાઈસ કેપ્ટન મંધાના સાથે મળીને તેણે ટીમની જીત સુનિશ્ચિત કરી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન હરમનપ્રીતે ઝડપથી પોતાની ફિફ્ટી ફટકારી અને તેના થોડા સમય બાદ સ્મૃતિ (100 રન, 122 બોલ, 10 ફોર)એ પણ શાનદાર સદી ફટકારી. સ્મૃતિ સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગઈ હતી, પરંતુ પરિણામ પર તેની કોઈ અસર થઈ ન હતી અને ભારતે 44.2 ઓવરમાં જીત મેળવી હતી. (All Photo Credit : x/BCCI)

Published On - 9:27 pm, Tue, 29 October 24