IND vs NZ: સિનિયર ટીમ પહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે ઈન્ડિયા A, 3 મેચની શ્રેણીની થઈ જાહેરાત

ટીમ ઈન્ડિયાની સિનિયર ટીમ ન્યૂઝીલેન્ડ સામે મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી રમે તે પહેલાં ઈન્ડિયા A ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. બંને A ટીમો વચ્ચે ત્રણ મેચની ચાર દિવસીય રેડ-બોલ શ્રેણી રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે અને પહેલી મેચ 24 ઓક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે.

| Updated on: Sep 02, 2026 | 4:50 PM
1 / 5
ભારતની આગામી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે છે, પરંતુ તે પહેલાં ઈન્ડિયા A ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ યુવા અને સંભવિત ટેસ્ટ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ઈન્ડિયા A ટીમ સામે ત્રણ મેચની ચાર દિવસીય રેડ-બોલ શ્રેણીની જાહેરાત કરી છે.

2 / 5
ઈન્ડિયા A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચેની પહેલી મેચ 24 ઓક્ટોબરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ત્રણ મેચની આ શ્રેણી ન્યૂઝીલેન્ડની સ્થાનિક રેડ-બોલ ટુર્નામેન્ટ પ્લંકેટ શીલ્ડના સમયગાળા દરમિયાન યોજાશે. આ શ્રેણીમાં બંને ટીમોના ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ જેવી પરિસ્થિતિમાં રમવાની તક મળશે.

3 / 5
ભારતની સિનિયર ટીમ પણ ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. સિનિયર ટીમ પહેલા પાંચ મેચની T20I શ્રેણી અને ત્યારબાદ પાંચ મેચની ODI શ્રેણી રમશે. આ પ્રવાસનો અંત બે મેચની ટેસ્ટ શ્રેણી સાથે થશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે.

4 / 5
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાશે. આવી સ્થિતિમાં ભારત A ટીમનો પ્રવાસ સિનિયર ટેસ્ટ શ્રેણીની તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે અને પસંદગીકારોને સંભવિત ખેલાડીઓનું પ્રદર્શન જોવાની તક મળશે.

5 / 5
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની પોઈન્ટ ટેબલમાં ભારત હાલમાં પાંચમા સ્થાને છે. ભારતે 11 મેચમાંથી પાંચમાં જીત મેળવી છે, ચારમાં હાર્યું છે અને બે મેચ ડ્રો રહી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. તેણે છ મેચમાંથી ચાર જીતી, એક હારી અને એક ડ્રો કરી છે. બંને ટીમો વચ્ચેની આગામી ટેસ્ટ શ્રેણી પોઈન્ટ ટેબલ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.