
હરિયાણાના યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે રણજી ટ્રોફી અને અન્ય સ્થાનિક ટુર્નામેન્ટમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં, તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા A તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું.

જો અંશુલને ચોથી ટેસ્ટમાં તક મળે છે, તો તે તેની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે. તે છેલ્લા 2 સિઝનથી IPLનો પણ ભાગ રહ્યો છે, જ્યાં તેણે મુંબઈ અને ચેન્નાઈ વતી રમતી વખતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પ્રવાસમાં અંશુલ કંબોજ ભારતીય ટીમનો ભાગ નહોતો. પરંતુ તાજેતરમાં અર્શદીપ સિંહ અને નીતિશ રેડ્ડી ઘાયલ થયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આકાશ દીપ પણ ઈજાને કારણે આ મેચમાં રમી શકશે નહીં. જેના કારણે અંશુલ કંબોજને તક મળવાની શક્યતા વધી ગઈ છે. (All Photo Credit : PTI / X)