
હવે ટીમ કે BCCI દ્વારા અભિષેકની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. જો કે, મેચના 24 કલાક પહેલા આવી ઈજા થવી એ સારો સંકેત નથી, કારણ કે આવી સ્થિતિમાં રમવા માટે મેદાન પર ઉતરવું મુશ્કેલ છે. અને જો ઈજા ગંભીર હશે તો ટીમ ઈન્ડિયાને આ સ્ટાર યુવા બેટ્સમેન વિના ઈંગ્લેન્ડનો સામનો કરવો પડશે.

શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેકે શાનદાર બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રન બનાવ્યા જેમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. તેની ઈનિંગના આધારે ભારતે 133 રનનો ટાર્ગેટ માત્ર 13 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

જો કે હવે સવાલ એ છે કે અભિષેકની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા ઓપનિંગ માટે કોણ મેદાનમાં ઉતરશે? આ બાબતમાં અત્યારે સૌથી યોગ્ય દાવેદાર તિલક વર્મા દેખાઈ રહ્યો છે, જેણે પ્રથમ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી. જો કે આ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર તિલક ત્રીજા નંબર પર બેટિંગ કરતા સતત બે સદી ફટકારી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં તે ઓપનિંગની ભૂમિકા પણ ભજવી શકે છે. (All Photo Credit : PTI)