India vs Bangladesh : ટીમમાં સામેલ આ 7 ભારતીય ખેલાડીઓ બાંગ્લાદેશ સામે પહેલી વખત રમશે, જાણો

|

Oct 06, 2024 | 11:44 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરના રોજ પહેલી ટી20 મેચ ગ્વાલિયરના મેદાન પર રમાશે. ભારતીય સ્કવોડમાં યુવા અને અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે. જે મેચને પલટાવાની તાકત ધરાવે છે.

1 / 5
ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પહેલી ટી20 મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ ગ્વાલિયરના મેદાનમાં રમશે.ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી20 સીરિઝ જીતવા પર છે.

2 / 5
 ટી20 સીરિઝમાં રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે.

3 / 5
 ટી20 સીરિઝમાં ભારતીય ટીમમાં 7 ખેલાડીઓ એવા છે. જેમણે અત્યારસુધી બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. જેમાં અભિષેક શર્મા, સંજુ સેમસન,રિયાન પરાગ,નીતિશ કુમાર રેડ્ડી, વરુણ ચક્રવર્તી,હર્ષિત રાણા અને મયંક યાદવ સામેલ છે.

4 / 5
પહેલી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક અને સંજુ રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું  છે.સંજુ સેમસને અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે 30 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી, જેમાં 444 રન બનાવ્યા છે. તો ભારતીય ટીમ સાથે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતનાર ટીમનો સભ્ય છે.

5 / 5
બાંગ્લાદેશ સામેની પ્લેઈંગ ઈલેવનમાં હર્ષિત રાણા અને મયંક અગ્રવાલમાંથી એકને ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આ બંન્ને ખેલાડીએ અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું નથી. મયંક અને હર્ષિતે આઈપીએલમાં પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.

Next Photo Gallery