
બાંગ્લાદેશ ટીમમાં સૌથી વધુ સેલરી મામલે બીજા ક્રમે પૂર્વ કેપ્ટન અને સૌથી સિનિયર ખેલાડી શાકિબ અલ હસન છે. શાકિબને વાર્ષિક 67 લાખ રૂપિયા સેલરી મળે છે.

55 લાખ રૂપિયા સેલરી સાથે સિનિયર ખેલાડી મુશ્ફિકુર રહીમ ત્રીજો સૌથી વધુ સેલરી મેળવતો બાંગ્લાદેશી ખેલાડી છે. સૌથી વધુ સેલરી મામલે ચોથા ક્રમે લિટન દાસ છે, જેને 51 લાખ સેલરી મળે છે.

આ સિવાય તસ્કીન અહેમદને 49 લાખ, મેહિદી હસન મિરાઝને 46 લાખ, તૈજુલ ઈસ્લામને 38 લાખ અને મહમુદુલને 34 લાખ સેલરી મળે છે. બાકીના ખેલાડીઓની વાર્ષિક સેલરી 30 લાખ કરતા પણ ઓછી છે.

આ સેલરી સિવાય તેમને અલગ-અલગ ફોર્મેટમાં રમવા માટે કેટલીક રકમ પણ મળે છે, છતાં તે ભારતીય ખેલાડીઓની સેલરી કરતા ખૂબ જ ઓછી છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશના કેપ્ટનની સેલરી પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૌથી ઓછી સેલરી મેળવનાર ભારતીય ખેલાડી કરતા પણ ઓછી છે. (All Phot Credit: Bangladesh Cricket Board)
Published On - 8:32 pm, Tue, 1 October 24