IND vs BAN : બીજી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ ચોંકાવનારો નિર્ણય લીધો, 60 વર્ષ બાદ પહેલીવાર આવું બન્યું
કાનપુરના મેદાનમાં અત્યાર સુધી ભારતે કુલ 23 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 7 મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનારી ટીમે જીત મેળવી છે. 13 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.ભારતે ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે.
1 / 5
કાનપુર ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, 1964 બાદ પહેલી વખત કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં કોઈ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
2 / 5
આ પહેલા છેલ્લી વખત 1964માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતે પહેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 280 રનથી હાર આપી હતી. ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે.
3 / 5
તમને જણાવી દઈએ કે, કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સ્પિનરો પોતાની તાકાત દેખાડે છે. ટેસ્ટ મેચ પહેલા આ મેદાનમાં વરસાદ પડ્યો હતો. જેને જોઈ ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
4 / 5
મહત્વની વાત એ છે કે, ભારતે ભારતમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કાનપુરના મેદાનમાં અત્યારસુધી ભારતે કુલ 23 મેચ રમી છે. જેમાં 7 મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. તો 3 મેચમાં પહેલા બોલિંગ કરનારી ટીમ જીતી છે. 13 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
5 / 5
બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, કુલદીપ યાદવને તક મળી નથી.બાંગ્લાદેશે 2 ફેરફાર કર્યા છે. નાહિદ અને તસ્કીન આ મેચમાં રમતા જોવા મળશે નહિ. તેજુલ અને ખાલિદને તક આપવામાં આવી છે.