IND vs AUS : મુસ્લિમ બનવા પર થયો હંગામો, હવે આ ક્રિકેટરની પત્નીને મળી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં મોટી જવાબદારી
બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ઉસ્માન ખ્વાજાની પત્ની રશેલ પણ જોવા મળશે. રશેલ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં કોમેન્ટ્રી કરતી જોવા મળશે.
1 / 7
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં મેદાનની બહાર ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજાની પત્ની રશેલ ખ્વાજાની. રશેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ કોમેન્ટ્રી કરતી જોવા મળશે.
2 / 7
ઉસ્માન ખ્વાજાની પત્ની રશેલ ચેનલ 7 માટે કોમેન્ટ્રી કરતી જોવા મળશે. તેનો પતિ ઉસ્માન ટીમ ઈન્ડિયાનો સામનો કરતો જોવા મળશે.
3 / 7
રશેલની વાત કરીએ તો તે ટીવી હોસ્ટ છે અને તેણે ઘણી મેચોમાં કોમેન્ટ્રી કરી છે. ઉસ્માન ખ્વાજા સાથેના લગ્ન બાદ રશેલ ચર્ચામાં રહી હતી.
4 / 7
વાસ્તવમાં ઉસ્માન સાથે લગ્ન કરતા પહેલા રશેલે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. તેણી ખ્રિસ્તીમાંથી મુસ્લિમ બની હતી.
5 / 7
એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉસ્માને રશેલને મુસ્લિમ બનવા માટે દબાણ કર્યું હતું. જોકે, એક ઈન્ટરવ્યુમાં રશેલે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.
6 / 7
ઉસ્માન ખ્વાજા માટે ટીમ ઈન્ડિયા સામેની આ ટેસ્ટ સિરીઝ ચેલેન્જથી ઓછી નથી. કારણ કે ભારતીય ટીમ સામે તેનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ છે. આ ડાબોડી બેટ્સમેન ટીમ ઈન્ડિયા સામે 9 ટેસ્ટમાં 34ની એવરેજથી 544 રન બનાવી શક્યો છે.
7 / 7
જોકે, ખ્વાજા માટે સારી વાત એ છે કે તેનું બેટ ઓસ્ટ્રેલિયામાં ઘણું ચાલે છે. ઉસ્માને ઓસ્ટ્રેલિયામાં 52થી વધુની એવરેજથી 2855 રન બનાવ્યા છે, જેમાં 9 સદી સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઉસ્માન કેવું પ્રદર્શન કરે છે. (All Photo Credit : X / Instagram )