IND vs AUS : મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની હાર, ભારત માટે WTC ફાઈનલનો રસ્તો મુશ્કેલ બન્યો
Australia beat India, Melbourne Test:મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં આવ્યું છે. ભારતને હરાવીને તેણે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1ની લીડ પણ મેળવી લીધી છે. આ હાર બાદ ભારત માટે WTC ફાઈનલનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે.
1 / 7
મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઈન્ડિયાની તરફેણમાં આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 184 રને આ જીત મેળવી છે. આ મોટી જીત સાથે તેણે સીરિઝમાં પણ લીડ મેળવી લીધી છે.
2 / 7
ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયાનો બીજો દાવ માત્ર 155 રન પર જ સમેટાઈ ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ 49મી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાને કુલ 300 પ્લસનો પીછો કરતી વખતે હારનો સામનો કરવો પડ્યો હોય.
3 / 7
ચોથા દિવસે 9 વિકેટ ગુમાવીને 333 રનની લીડ લેનાર ઓસ્ટ્રેલિયાએ 5માં દિવસે તેના સ્કોરમાં વધુ 6 રન ઉમેર્યા અને ભારતને 340 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને પાર કરવો એ એમસીજીમાં ટીમ ઈન્ડિયા માટે ઈતિહાસ રચવા જેવું હતુ કારણ કે અત્યાર સુધી આ મેદાન પર સૌથી સફળ રન ચેઝ 332 રન હતો. પરંતુ, આવું થઈ શક્યું નહીં.
4 / 7
યશસ્વી અને પંત સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા નહોતા, જેનું એક મોટું કારણ હતું કે ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ ન તો જીતી શકી કે ન તો ડ્રો કરી શકી.
5 / 7
રોહિત શર્માએ 9 રન અને વિરાટ કોહલીએ 5 રન બનાવ્યા હતા. કેએલ રાહુલને સતત બીજી ઈનિંગમાં નિષ્ફળ જતા જોઈને લાગે છે કે તેને નંબર 3 પર રમવાનો ભારતીય ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ખોટો હતો.
6 / 7
જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ 9 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને નાથન લિયોને 6-6 વિકેટ લીધી હતી.
7 / 7
આ હાર સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ રહી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં 3 જાન્યુઆરી 2025થી રમાશે.