
સ્મિથે હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોમાં સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, યુનિસ ખાન અને મહેલા જયવર્દનેની બરાબરી કરી લીધી છે. બીજી તરફ, સ્મિથે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે એલિસ્ટર કૂક અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

હાલના ચાર સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા બેટ્સમેનોની યાદીમાં સ્મિથ બીજા સ્થાને આવી ગયો છે. પહેલા સ્થાને જો રૂટ છે. રૂટે અત્યાર સુધીમાં 36 ટેસ્ટ સદી ફટકારી છે. જ્યારે વિલિયમસનના નામે 33 અને વિરાટ કોહલીના નામે 30 સદી છે.

સ્ટીવ સ્મિથના નામે હવે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં કુલ 10 સદી છે, તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડી નાખ્યા છે. બંનેએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 9-9 સદી ફટકારી છે. એટલું જ નહીં, સ્મિથના નામે હવે ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 16 સદી છે. (All Photo Credit : PTI)
Published On - 6:39 pm, Fri, 27 December 24