IND vs AUS : બોક્સિંગ ડે ટેસ્ટ રમવાનું સપનું 24 કલાકમાં તૂટી ગયું, આ ખેલાડી અચાનક ટીમમાંથી થયો બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ ઓપનર નાથન મેકસ્વીનીને ટીમમાંથી બહાર કરી દીધો છે. તેણે 24 કલાક પહેલા જ આ મેચમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

| Updated on: Dec 20, 2024 | 3:58 PM
4 / 6
નાથન મેકસ્વીનીએ કહ્યું હતું કે 'હું મારા જીવનમાં પહેલીવાર બોક્સિંગ ડે ટેસ્ટ રમવા જઈ રહ્યો છું. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું.' માત્ર 24 કલાક બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ કારણે તેનું મોટું સપનું તૂટી ગયું.

5 / 6
મેકસ્વીનીએ આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે એકદમ લાચાર દેખાઈ રહ્યો હતો. બુમરાહે તેને 6માંથી 4 ઈનિંગ્સમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

6 / 6
આ સિરીઝની પહેલી ત્રણ મેચમાં મેકસ્વીનીએ 14.40ની એવરેજથી 72 રન બનાવ્યા છે. જ્યારે 6 માંથી 5 ઈનિંગ્સમાં તે 10 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. તેથી, ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ મેકસ્વીનીને પડતો મૂક્યો અને ટીમમાં 19 વર્ષીય યુવા ઓપનર સેમ કોન્સ્ટેન્ટ્સને તક આપી. (All Photo Credit : PTI / Getty)

Published On - 3:57 pm, Fri, 20 December 24