
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટ્રેવિસ હેડ પછી બીજા સ્થાને છે. હેડે 81.80ની એવરેજથી 409 રન બનાવ્યા છે. જ્યારે રાહુલે 47ની એવરેજથી 235 રન બનાવ્યા છે જેમાં 2 અડધી સદી સામેલ છે. તેના સિવાય કોઈ ભારતીય કે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન 200 રનનો આંકડો પાર કરી શક્યો નથી.

રાહુલ પછી યશસ્વીએ 193 અને નીતીશ રેડ્ડીએ 179 રન બનાવ્યા છે. એટલું જ નહીં, રાહુલે છેલ્લી બે બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી પણ ફટકારી છે. તેથી, જો તે ઈજાના કારણે બહાર થશે તો તે ભારત માટે મોટો ફટકો હશે. (All Photo Credit : PTI)