IND vs AUS : ગાબામાં ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારતે 4 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા
IND vs AUS 3rd Test Highlights: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે માત્ર 23 ઓવર જ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે દિવસની રમતના અંતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.