
ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 883 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર છે. દક્ષિણ આફ્રિકાનો રબાડ 872 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને અને જોશ હેઝલવુડ 860 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓફ સ્પિનર આર અશ્વિન ચોથા સ્થાને છે.

30 ઓક્ટોબરે જસપ્રીત બુમરાહની નંબર 1 રેન્કિંગ છીનવાઈ ગઈ હતી. તેના સ્થાને રબાડાએ આ સ્થાન હાંસલ કર્યું હતું. પરંતુ 27 દિવસની અંદર બુમરાહે ફરી એકવાર પોતાનો તાજ મેળવી લીધો છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં બુમરાહ જે ફોર્મમાં જોવા મળી રહ્યો છે તે જોતા લાગે છે કે આ ખેલાડીને નંબર-1ના સ્થાન પરથી હટાવવો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે.

પર્થ ટેસ્ટમાં બુમરાહે કુલ 8 વિકેટ ઝડપી હતી જેમાંથી તેણે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. પર્થમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાએ બુમરાહના બળ પર જ વાપસી કરી હતી.

આ જમણા હાથના બોલરે દિગ્ગજ બેટ્સમેનોથી સજ્જ ઓસ્ટ્રેલિયાના બેટિંગ યુનિટને તબાહ કરી નાખ્યું હતું અને કાંગારૂઓને તેમના જ ઘરે 295 રનની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બુમરાહે ટેસ્ટ સિરીઝમાં વધુ 4 મેચ રમવાની છે અને જો તેનું પ્રદર્શન આ જ રીતે ચાલુ રહેશે તો તેને નંબર 1ના સ્થાન પરથી કોઈ હટાવી શકશે નહીં. (All Photo Credit : PTI)