IND v SA : સંજુ સેમસને તોફાની સદી ફટકારી, માત્ર 15 T20I મેચોમાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો

સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની પ્રથમ મેચમાં સંજુ સેમસનના બેટથી શાનદાર ઈનિંગ જોવા મળી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે ખાસ યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો. તે હવે ભારત માટે વિકેટકીપર તરીકે T20માં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના સંદર્ભમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

| Updated on: Nov 08, 2024 | 11:51 PM
4 / 5
સંજુ સેમસન હવે ભારત માટે વિકેટકીપર તરીકે T20માં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે ઈશાન કિશન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઈશાન કિશને પણ વિકેટકીપર તરીકે ભારત માટે T20માં ત્રણ વખત 50થી વધુ રન બનાવ્યા છે. જ્યારે કેએલ રાહુલ, રિષભ પંત અને ધોનીએ 2-2 વખત આ સિદ્ધિ મેળવી છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન પાસે હવે આ સિરીઝ દરમિયાન આ ખાસ યાદીમાં તમામ ભારતીય વિકેટકીપરોને પાછળ છોડવાની તક મળશે.

5 / 5
સાઉથ આફ્રિકામાં T20માં 50 રનનો આંકડો પાર કરનાર સંજુ સેમસન માત્ર ભારતનો બીજો વિકેટકીપર છે. આ પહેલા ધોનીએ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકામાં આ સિદ્ધિ મેળવી હતી. એટલે કે 6 વર્ષ પછી કોઈ ભારતીય વિકેટકીપરે દક્ષિણ આફ્રિકામાં T20 ફોર્મેટમાં અડધી સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે, સંજુ સેમસનના T20 કરિયરની આ 34મી મેચ છે, પરંતુ વિકેટકીપર તરીકે આ તેની માત્ર 15મી મેચ છે. (All Photo Credit : PTI)