
જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે રિઝર્વ ડે પર નહીં રમાય તો તેનો સીધો ફાયદો ઓસ્ટ્રેલિયાને થશે, કારણ કે તેઓ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી.

વરસાદને કારણે મેચ રદ થવાની સ્થિતિમાં, ફાઈનલ પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમ ફાઈનલમાં પહોંચશે. આમ, ઓસ્ટ્રેલિયા 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત 6 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. આ સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચશે. ટીમ ઈન્ડિયા ક્યારેય આવું નહીં ઈચ્છે. તેઓ મેચ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરશે. (PC : PTI / GETTY)