
સાઉથ આફ્રિકાનો વિસ્ફોટક ઓપનર વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમણે ટીમ માટે 8 મેચમાં 550 રન બનાવ્યા છે. વર્લ્ડકપમાં અત્યારસુધીમાં 4 સદી પણ ફટકારી ચૂક્યો છે. તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ 174 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે ઓક્ટોબર મહિનામાં તેમણે 10 કેચ અને એક સ્ટંપિંગ પણ કરી હતી.

ન્યુઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવીન્દ્રે પોતાનો પહેલો જ વર્લ્ડકપ રમી રહ્યો છે. તેમણે પોતાના પ્રદર્શનથી સૌ લોકનું દિલ જીત્યું છે. તેમણે ઓક્ટોબર મહિના દરમિયાન ટૂર્નામેન્ટમાં કીવી ટીમની પહેલી 6 મેચમાં 81.20 સરેરાશથી કુલ 406 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ 123 રનની ઈનિગ્સ રમી ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ 116 રન બનાવ્યા હતા.હાલ તે વર્તમાન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને છે.