
કોમેન્ટ્રી ફીલ્ડમાં સેલેરી કોન્ટ્રાક્ટના ઉપર પણ નિર્ભર કરે છે.મીડિયા રિપોર્ટની વાત માનીએ તો એક મેચના હિસાબથી 2-3 લાખ રુપિયા કમાય છે. અનુભવ વધે છે તો સેલેરી 5-6 લાખ રુપિયા સુધી પહોંચી જાય છે.

એક રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતા રમત કોમેન્ટેટર્સમાં સામેલ છે. ટીમ ઈન્ડિયાની મેચો ઉપરાંત, ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ આઈપીએલ અને વિદેશી પ્રવાસો પર સિરીઝ દરમિયાન પણ કોમેન્ટરી કરે છે.

ભારતમાં એક જુનિયર ક્રિકેટ કોમેન્ટેટર દરરોજ લગભગ 35,000 રૂપિયા કમાઈ શકે છે. જ્યારે એક અનુભવી ઉચ્ચ કક્ષાના કોમેન્ટેટરનો પગાર ઘણો વધારે હોય છે જે દરરોજ 6 થી 10 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ ધરાવતા કોમેન્ટેટર પણ મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે અને જાહેરાતો દ્વારા કમાણી કરે છે.

સ્પોર્ટ્સ ચેનલોને કોમેન્ટેટરની જરૂર હોય છે. જો તે અહીં સારું પ્રદર્શન કરે છે તેઓ પાછળથી BCCI પેનલમાં જોડાય છે.