નવા વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં ટીમ ઈન્ડિયા કેટલી મેચો રમશે? જાણો અહીં

|

Dec 28, 2023 | 2:47 PM

વર્ષ 2023ને પૂર્ણ થવાને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને હજી ભારતનો આફ્રિકા પ્રવાસ પણ પૂરો થવાનો બાકી છે, ત્યારે બધાના મનમાં એ જ સવાલ છે કે ભારતીય ટીમનો આગામી વર્ષ એટલે કે 2024માં શું કાર્યક્રમ છે, તેમાં પણ IPL પહેલા ભારત કઈ સિરીઝ રમશે, શું છે ટીમ ઈન્ડિયાનું આગામી શેડ્યૂલ. તમને આ બધા સવાલોના જવાબ આ આર્ટિકલમાં મળશે.

1 / 5
વિશ્વ કપ 2023 બાદ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સિરીઝ જીતી ભારતીય ટીમ હાલ આફ્રિકામાં 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવા આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં T20 અને ODI સિરીઝ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે પહેલી ટેસ્ટ મેચ હાલ ચાલી રહી છે.

2 / 5
જાન્યુઆરી 2024માં ભારતીય ટીમનો આફ્રિકા પ્રવાસ ચાલુ જ રહેશે અને ભારત-આફ્રિકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતનો આફ્રિકા પ્રવાસ 7 જાન્યુઆરીએ સમાપ્ત થશે.

3 / 5
આફ્રિકા પ્રવાસ બાદ 11 જાન્યુઆરીથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ યોજાશે, જેમાં પહેલી મેચ 11, બીજી T20 14 અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ રમાશે.

4 / 5
અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડની ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવશે. 25 જાન્યુઆરીથી 7 માર્ચ દરમિયાન પાંચ ટેસ્ટ મેચો યોજાશે.

5 / 5
પાંચ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ 25 જાન્યુઆરી, બીજી મેચ 2 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરી, ચોથી મેચ 23 ફેબ્રુઆરી અને પાંચમી ટેસ્ટ 7 માર્ચથી શરૂ થશે. જે બાદ માર્ચ મહિનાના અંતમાં IPL શરૂ થશે એવી શક્યતા છે.

Next Photo Gallery