IPL 2024 માં ફરી એક વખત બોલિંગથી ધમાલ મચાવવા તૈયાર છે પંડ્યા

|

Mar 19, 2024 | 12:57 PM

મુંબઈ ઈન્ડિયન્સ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝનમાં નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમવા મેદાનમાં ઉતર્યા બાદ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ત્યારે તેની ફિટનેસ પર સૌની નજર રહેશે.

1 / 5
 ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આ ફેરફાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવા મેદાનમાં ઉતરશે, છેલ્લી 2 આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા ફરીથી તેની ફ્રેન્ચાઈઝી માટે રમતો જોવા મળશે.

2 / 5
વનડે વર્લ્ડ કપ 2023 વચ્ચે ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક ખુબ લાંબા સમય બાદ મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. જેમાં સૌની નજર તેની ફિટનેસ પર રહેશે. જેમાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આયોજિત થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આઈપીએલ 2024 સીઝનમાં બોલિંગ કરતો જોવા મળશે કે નહિ.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આયોજિત કરવામાં આવેલી પ્રી સીઝન પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ પોતાના ફિટનેસ સાથે જોડાયેલા તમામ સવાલોના પણ જવાબ આપ્યા છે. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તે આગામી સીઝનમાં બોલિગ કરતો જોવા મળશે. તેમણે કહ્યું કે, આઈપીએલ દરમિયાન તમામ મેચ પણ રમશે, સાથે ટીમને જરુર પડશે તો બોલિંગ પણ કરીશ. હવે હું સંપુર્ણ ફિટ છું અને ફ્રેન્ચાઈઝી માટે રમવા તૈયાર છું.

4 / 5
હાર્દિકે કહ્યું કે, વર્લ્ડકપમાં લાગેલી ઈજાસાથે કોઈ અન્ય ઈજાની લેવાદેવા નથી. મારી ફિટનેસ પર કોઈ અસર ન હતી. જ્યારે હું આ ઈજામાંથી સંપુર્ણ સ્વસ્થ થયો તો તે સમયે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી 20 સીરિઝની શરુઆત થઈ ચુકી હતી. અને ત્યારબાદ એવી કોઈ સીરિઝ પણ ન રમાઈ કે, જેમાં હું રમી શકુ.

5 / 5
તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આગામી સીઝનમાં પોતાની પહેલી મેચ 24 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ ટીમ વિરુદ્ધ રમશે. ત્યારબાદ 27 માર્ચના રોજ મુંબઈ પોતાની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમશે. જ્યારે તેની છેલ્લી 2 મેચ પોતાના ઘરે 1 અને 7 એપ્રિલના રોજ મેદાનમાં ઉતરશે.

Next Photo Gallery