IPL 2024 : હાર્દિક પંડ્યાને માત્ર આ એક આ શરતે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળશે, જાણો

|

Apr 16, 2024 | 6:04 PM

IPL 2024માં રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનશીપ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આપી છે પરંતુ આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપથી બહાર થવાનો ખતરો તેના પર મંડરાઈ રહ્યો છે. પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈની ટીમે આઈપીએલ 2024માં 6 માંથી માત્ર 2માં જીત મેળવી છે.

1 / 5
 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે તે ખુબ ચિંતામાં પણ જોવા મળી  રહ્યો છે. આ ચિંતા કેમ ન હોય કારણ કે, આઈપીએલની મુંબઈએ રમેલી 6 મેચમાંથી માત્ર 2 મેચ જીતી છે. આ સાથે પંડ્યાની બેટિંગ અને બોલિંગ પણ ફ્લોપ રહી છે.

2 / 5
ત્યારે હવે તેના પર આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપથી બહાર થવાની તલવાર લટકી જોવા મળી રહી છે. આ વાત બીસીસીઆઈની મીટિંગમાં પણ સ્પષ્ટ થઈ ચુકી છે. આ વર્ષે ટી20 વર્લ્ડકપ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટ જૂન મહિનામાં રમાશે.

3 / 5
ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ સેલિકેટર પેનલની નજર માત્ર હાર્દિક પંડ્યાની બોલિંગ પર છે. મીટિંગ 2 કલાક ચાલી હતી. જેમાં માત્ર ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડરને લઈ ચર્ચા થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું કે, ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાનું સિલેક્શન ત્યારે જ થશે. જ્યારે તે આઈપીએલમાં બાકી રહેલી મેચમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડી શકે.

4 / 5
સિલેક્ટરનું માનવું છે કે, પંડ્યાની ટીમમાં વાપસી લગભગ નક્કી છે. હવે તે આઈપીએલ 2024ની મેચોમાં બોલિગ કરતા પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે, શું હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન મળે છે કે કેમ,

5 / 5
 હાર્દિક પંડ્યાએ બાકી રહેલી આઈપીએલ 2024ની મેચમાં પોતાની તાકાત દેખાડવી પડશે. તો જ તેમનું ટી 20 વર્લ્ડકપમાં સિલેક્શન થશે. બાકી અન્ય ખેલાડીઓ છે જેની પસંદગી તેના સ્થાને કરવામાં આવે. (photo : thecricketmonthly.com)

Next Photo Gallery