ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાં એક, ભારતના બેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના 'દાદા' સૌરવ ગાંગુલીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને કોઈ પણ ફેન કયારેય નહીં ભૂલી શકે. આજે ભારતીય ક્રિકેટ જે સ્થાને છે, તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. દાદાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે એવા નિર્ણયો લીધા હતા, જેણે ભારતીય ક્રિકેટની નિયતિ જ બદલી નાખી હતી.