
જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024 ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે, આ ભારતીય લિજેન્ડે 13 ટેસ્ટ મેચ રમી અને કુલ 71 વિકેટ લીધી. તે એવો બોલર છે જેણે આ વર્ષે માત્ર ભારત તરફથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 15 (14.92) કરતા ઓછી રહી છે.

જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને વર્ષ 2024નો અંત શાનદાર રીતે કર્યો. હવે બુમરાહ અને ટીમ ઈન્ડિયા આવતા વર્ષે 3 જાન્યુઆરીએ મેદાનમાં ઉતરશે. આ પહેલા જસપ્રીતે મેલબોર્ન ટેસ્ટમાં મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો હતો. અખ્તરે ટેસ્ટમાં 12 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે 13મી વખત પાંચ વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહે તેની 44મી ટેસ્ટમાં 200 વિકેટ પણ પૂરી કરી હતી. તેના નામે હવે કુલ 203 ટેસ્ટ વિકેટ છે. (All Photo Credit : PTI / GETTY / ICC)