Sunil Gavaskar Birthday : ગાવસ્કર હેલમેટ વગર બેટિંગ કરતા, તેમના નામે એક એવો રેકોર્ડ છે જેને તોડવો દરેક બેટ્સમેનનું સપનું છે

|

Jul 10, 2024 | 12:13 PM

ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર આજે પોતાનો 75મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટમાં એક એવો રેકોર્ડ છે. જેને છેલ્લા 53 વર્ષથી કોઈ તોડી શક્યું નથી.

1 / 5
લિટિલ માસ્ટરના નામથી મશહૂર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ મનોહર ગાવસ્કર આજે 75 વર્ષના થયા છે. 5 ફુટ પાંચ ઈંચના સુનીલ ગાવસ્કરનું નામ દુનિયાના સૌથી સફર બેટ્સમેનમાં લેવામાં આવે છે. ગાવસ્કર હેલમેટ વગર બેટિંગ કરતા હતા.

2 / 5
ગાવસ્કરે પોતાના ક્રિકેટ કરિયરમાં પહેલી જ સીરિઝમાં એવો રેકોર્ડ બનાવ્યો જે આજે પણ કોઈ તોડી શક્યું નથી. આ રેકોર્ડ તોડવાનું દરેક બેટ્સમેનનું સપનું છે.સુનીલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ 1949ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. ગાવસ્કરે પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટની શરુઆત વર્ષ 1971માં કરી હતી. વર્ષ 1971માં વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર પોર્ટ ઓફ સ્પેનમાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ.

3 / 5
વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ગાવસ્કરે ડેબ્યુ સીરિઝમાં 4 ટેસ્ટ મેચમાં 774 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગાવસ્કરને 4 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે, આ ડેબ્યુ સીરિઝમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે, જેને 53 વર્ષ બાદ પણ કોઈ બેટ્સમેન તોડી શક્યું નથી.

4 / 5
સુનીલ ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ અને 108 વનડે મેચ રમી છે.  ટેસ્ટ મેચમાં તેમણે 10122 રન બનાવ્યા જેમાં 34 સદી અને 45 અડધી સદી સામેલ છે. સુનીલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દસ હજારનો આંકડો પાર કરનારો પહેલો ક્રિકેટર છે.

5 / 5
આ સિવાય ભારત માટે 108 વનડે મેચમાં 3092 રન બનાવ્યા છે. જેમાં તેના નામે એક સદી પણ સામેલ છે. ગાવસ્કર 1983 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતા. આ સિવાય સુનીલ ગાવસ્કરે 47 ટેસ્ટ અને 37 વનડે ઈન્ટરનેશનલ મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન પણ સંભાળી હતી.

Published On - 12:12 pm, Wed, 10 July 24

Next Photo Gallery