
આદર્શ સિંહ છેલ્લા 12 મહિનામાં ભારતની અંડર-19 માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે છ ઈનિંગ્સમાં 77ની સરેરાશથી 308 રન બનાવ્યા છે. આદર્શ સિંહ ટોપ ઓર્ડરમાં મજબૂત બેટિંગની સાથે ખૂબ જ સારો ફિલ્ડર પણ છે. ભારતને બેટિંગમાં સારી શરૂઆત અપાવવાની જવાબદારી આદર્શ પર રહેશે.

મુશીર ખાન ઓલરાઉન્ડર છે અને તેના ટ્રેક રેકોર્ડને જોતાં તેની પાસેથી પ્રદર્શનની અપેક્ષા છે. મુશીર સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે, જે મુંબઈ માટે રણજી ટ્રોફીમાં સતત રન બનાવનાર ખેલાડી છે.