22 વર્ષ, 7880 દિવસ, 401 મેચ, 991 વિકેટ, ઐતિહાસિક આંકડાઓ સાથે સમાપ્ત થઈ દિગ્ગજની કારકિર્દી

|

Jul 12, 2024 | 6:50 PM

જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે લોર્ડ્સમાં રમી હતી. આ મેચમાં તેણે કુલ 4 વિકેટ પોતાના નામે કરી હતી. 22 વર્ષની શાનદાર સફળ કારકિર્દીમાં એન્ડરસને કુલ 991 વિકેટ ઝડપી હતી. એન્ડરસનના આ ઐતિહાસિક આંકડાઓ તેની પ્રતિભા અને મહાનતાને દર્શાવે છે. આખરે 7880 દિવસ બાદ તેની યાદગાર ક્રિકેટ કારકિર્દીનો જીત સાથે અંત આવ્યો છે.

1 / 5
ઈંગ્લેન્ડના મહાન ઝડપી બોલર જેમ્સ એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જેમ્સ એન્ડરસને તેની કારકિર્દીની છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે લોર્ડ્સમાં રમી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે એકતરફી જીત મેળવીને જેમ્સ એન્ડરસનને વિદાય આપી હતી. એન્ડરસને છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

2 / 5
જેમ્સ એન્ડરસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2002માં શરૂ કરી હતી. જ્યારે, તેની ટેસ્ટ કારકિર્દી વર્ષ 2003માં શરૂ થઈ હતી. જેમ્સ એન્ડરસન લગભગ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. આ દરમિયાન તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. પોતાની છેલ્લી મેચમાં એન્ડરસને કુલ 4 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની લોર્ડ્સ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે 1 વિકેટ અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.

3 / 5
જેમ્સ એન્ડરસન પહેલા જ ODI અને T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે ટેસ્ટને અલવિદા કહેવાની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પણ વિદાય આપી છે. જેમ્સ એન્ડરસને તેની રાષ્ટ્રીય ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, ખાસ કરીને ટેસ્ટ મેચોમાં, જ્યાં તેના આંકડા સૌથી પ્રભાવશાળી છે. તેણે ટેસ્ટમાં 188 મેચ રમીને કુલ 704 વિકેટ પોતાના નામે કરી છે. તમને જણાવી દઈએ કે, જેમ્સ એન્ડરસન ટેસ્ટમાં એકમાત્ર ફાસ્ટ બોલર છે જેણે 700 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સમયગાળા દરમિયાન, તેણે રેડ-બોલ ક્રિકેટમાં 32 વખત પાંચ વિકેટ અને ત્રણ વખત 10 વિકેટ લીધી છે.

4 / 5
જેમ્સ એન્ડરસને તેની ટેસ્ટ કારકિર્દીમાં 40,000 થી વધુ બોલ ફેંક્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તેની છેલ્લી મેચ દરમિયાન 40,000 કે તેથી વધુ બોલ ફેંકનાર પ્રથમ ઝડપી બોલર બન્યો હતો. આ મેચ દરમિયાન એન્ડરસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો 50,000મો બોલ પણ ફેંક્યો હતો. તમને જણાવી દઈએ કે, આ કારનામું કરનાર તે વિશ્વનો એકમાત્ર ઝડપી બોલર છે.

5 / 5
ટેસ્ટ સિવાય જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ તરફથી ODIમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 194 ODI મેચોમાં 29.22ની એવરેજથી 269 વિકેટ લીધી હતી. ODIમાં તેણે બે વખત ઈનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિવાય એન્ડરસને ઈંગ્લેન્ડ માટે 19 T20 મેચ પણ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 7.84ની ઈકોનોમી સાથે 18 વિકેટ ઝડપી હતી.

Next Photo Gallery