IND vs ENG : દીપક ચહર ટીમ ઈન્ડિયામાં જોડાયો, પ્લેઈંગ ઈલેવનને લઈ આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાને લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. આ ટેસ્ટ મેચ પહેલા ટીમના પ્લેઈંગ ઈલેવન અંગે મોટા સમાચાર આવ્યા છે. એટલું જ નહીં, દીપક ચહર પણ ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યો છે.

| Updated on: Jul 09, 2025 | 10:08 PM
1 / 5
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. 10 જુલાઈથી શરૂ થતી આ મેચ પહેલા ફાસ્ટ બોલર દીપક ચહર ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો.

2 / 5
દીપક ચહર લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને ફિટનેસની સમસ્યાઓના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પણ દૂર છે. પરંતુ તે લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

3 / 5
દીપક ચહર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમમાં નથી, પરંતુ તેને લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરવાની તક આપવામાં આવી હતી. આ ખેલાડી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે સ્ટ્રેચિંગ કરતો જોવા મળ્યો હતો.

4 / 5
દીપક ચહર તેની પત્ની જયા સાથે વિમ્બલ્ડનમાં મેચ જોવા પહોંચ્યો હતો. દીપક ચહરની વિમ્બલ્ડનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

5 / 5
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, એવા સમાચાર છે કે ટીમમાં ફેરફાર થઈ શકે છે. જસપ્રીત બુમરાહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત છે અને પ્રસિદ્ધ કૃષ્ણા બહાર થઈ શકે છે. (All Photo Credit : PTI / X)

Published On - 10:06 pm, Wed, 9 July 25