IPL 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે, જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 25 મે સુધી ચાલશે અને કુલ 74 મેચો રમાશે.
આ 74 મેચોના કવરેજ માટે સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટેટર્સ અને પ્રેઝન્ટર્સનું લિસ્ટ જાહેર કર્યું છે.
IPL 2025ની આ કવરેજ ટીમમાં કુલ 8 મહિલાઓનું સ્થાન છે, જેમાં 3 કોમેન્ટેટર તરીકે અને 5 પ્રેઝન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અંજુમ ચોપરા, ન્યુઝીલેન્ડની પૂર્વ ખેલાડી કેટી માર્ટિન અને સ્પોર્ટ્સ કોમેન્ટેટર નતાલી જર્મનસને વર્લ્ડ ફીડ કોમેન્ટરી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.
IPL 2025ની નેશનલ ફીડ પ્રેઝન્ટર પેનલમાં મયંતી લેંગર, સાહિબા બાલી, સ્વેધા સિંહ બહલ, નશપ્રીત સિંહ, અને ભાવના બાલકૃષ્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 6:32 pm, Fri, 21 March 25