Duleep Trophy 2026: 80 રનમાં 5 વિકેટ ગુમાવી, પછી તિલક વર્માએ શાનદાર સદી ફટકારી પલટી નાખી આખી ગેમ

દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં એક સમયે સાઉથ ઝોનની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. માત્ર 80 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ તિલક વર્માએ મોરચો સંભાળ્યો અને શાનદાર બેટિંગથી મેચનું ચિત્ર બદલી નાખ્યું. તેની ધીરજ અને શાનદાર ઇનિંગે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી અને નોર્થ ઝોનને મોટો ઝટકો આપ્યો.

| Updated on: Aug 31, 2026 | 5:57 PM
1 / 5
દુલીપ ટ્રોફી 2026ની બીજી સેમિફાઇનલમાં સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં સાઉથ ઝોનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમના કેપ્ટને મુશ્કેલ સમયે જવાબદારી સંભાળી હતી.

2 / 5
સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માએ શાનદાર સદી ફટકારીને ટીમને સંભાળી હતી. એક સમયે સાઉથ ઝોને માત્ર 80 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. નોર્થ ઝોનના ઝડપી બોલર ગુર્નુર બ્રારે ચાર વિકેટ ઝડપી સાઉથ ઝોન પર દબાણ વધાર્યું હતું.

3 / 5
જોકે, તિલક વર્માએ શ્રેયસ ગોપાલ સાથે મળીને જોરદાર ભાગીદારી કરી હતી. તિલકે 218 બોલમાં સદી પૂરી કરી હતી. બીજી તરફ ગોપાલે 88 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 175 રનની ભાગીદારી થઈ હતી અને બંનેએ 334 બોલ સુધી ક્રિઝ પર રહીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

4 / 5
તિલકે 92મી ઓવરમાં ગુર્નુર બ્રારના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેની આ ઇનિંગ માત્ર રન માટે જ નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં રમાયેલી ધીરજભરી બેટિંગ માટે પણ ખાસ રહી હતી.

5 / 5
માત્ર 23 વર્ષની ઉંમરે તિલક વર્માએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 8, લિસ્ટ-Aમાં 6 અને T20 ક્રિકેટમાં 5 સદી ફટકારી છે. એટલે કે ત્રણેય ફોર્મેટમાં મળીને તેની સદીની સંખ્યા 19 થઈ ગઈ છે. દુલીપ ટ્રોફીની આ ઇનિંગે ફરી એકવાર તેની બેટિંગ પ્રતિભાની ઝલક બતાવી છે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.