
ભારતીય ઘરેલુ ક્રિકેટની નવી સિઝનનો પ્રારંભ બેંગલુરુ સ્થિત BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે રમાનારી દુલીપ ટ્રોફીથી થશે. પાંચ ઝોન વચ્ચે રમાતી આ ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ માટે સેન્ટ્રલ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોન ફરી એકવાર પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તાજેતરમાં IPLમાં RCBને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર સતત બીજી વાર ટીમનું નેતૃત્વ કરશે.

આ વખતે સેન્ટ્રલ ઝોનની ટીમને વધુ મજબૂત બનાવવા માટે પસંદગીકારોએ ઉત્તર પ્રદેશ અને ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.

ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે, જેને તાજેતરમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત યશ ઠાકુર, હર્ષ દુબે, અમન મોખાડે, આયુષ પાંડે અને ઝીશાન અંસારી જેવા યુવા ખેલાડીઓની હાજરીથી સેન્ટ્રલ ઝોન સતત બીજી વાર ચેમ્પિયન બનવા સજ્જ છે.

સેન્ટ્રલ ઝોન ટીમ: રજત પાટીદાર (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), આર્યન જુયલ (વિકેટકીપર), સરંશ જૈન, અમન મોખાડે, કુણાલ ચંદેલા, જીશાન અંસારી, આર્યન પાંડે, અરશદ ખાન, આયુષ પાંડે, યશ રાઠોડ, હર્ષ દુબે, કુણાલ સિંહ રાઠોડ (વિકેટકીપર), યશ ઠાકુર અને નચિકેતા ભુતે. (PC:PTI/X)
Published On - 8:56 pm, Sat, 1 August 26