IPL 2024 : ધોનીની સાસુ ચલાવે છે કરોડ રૂપિયાની કંપની, નેટવર્થ જાણીને ચોંકી જશો
મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર શાનદાર પ્રદર્શન કરે છે. તે સારો બિઝનેસમેન પણ છે. ક્રિકેટ સિવાય ધોનીએ કેટલીક કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે. એક તો ધોનીની કંપની ધોની એન્ટરટેઈનમેન્ટ છે
1 / 5
રાંચી જેવા નાનકડા ગામમાંથી આવેલા ક્રિકેટરના આજે કરોડો ચાહકો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તે આઈપીએલ રમે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસ લીધા બાદ એક બિઝનેસમેન બની ગયો છે.
2 / 5
ધોની એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ. જોકે, ધોની પોતે આ કંપની સીધી ચલાવી રહ્યો નથી. આ કંપની તેના સાસુ દ્વારા સંચાલિત છે. ધોનીની પત્ની સાક્ષીની માતા શીલા સિંહ તેની એન્ટરટેઈનમેન્ટ કંપની ચલાવી રહી છે.
3 / 5
મીડિયા રિપોર્ટસ મુજબ ધોનીની સાસુ અને તેની પત્ની સાક્ષીએ સાથે મળી વર્ષ 2020માં આ કંપની સંભાળી રહી છે. તમને જણાવી દઈએ કે, શીલા સિંહ અનેક નવા પ્રોજેક્ટ શરુ કરી રહી છે.ધોનીની સાસુ પહેલા પણ કોઈ મોટી કંપનીના સીઈઓ રહી ચુક્યા છે.
4 / 5
જો રિપોર્ટસનું માનીએ તો, શીલા સિંહ અને સાક્ષીના નેતૃત્વમાં ધોની એન્ટરટેઈનમેન્ટ લિમિટેડની નેટવર્થ પણ આસમાને છે. માત્ર 4 વર્ષમાં આ કંપની 800 કરોડ રુપિયાથી વધુ કમાણી કરી છે.
5 / 5
એમએસ ધોનીની સાસુ શીલા સિંહ છે અને અંદાજે 800 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી એન્ટરટેઈનમેન્ટ કંપનીની સીઈઓ પણ છે.તમને જણાવી દઈએ કે ધોની સાથે લગ્ન કરતા પહેલા સાક્ષી હોટલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. ધોની 2007માં કોલકાતાની એક હોટલમાં મળ્યા હતા. ત્યારબાદ લગ્ન કર્યા અને આજે એક દિકરીના માતા-પિતા છે.