રાજકોટ ટેસ્ટથી મેદાનમાં થશે ક્રિકેટના અમિતાભ બચ્ચનની એન્ટ્રી, જાણો તેના રેકોર્ડ

|

Feb 14, 2024 | 1:31 PM

6.2 ઈંચની હાઈટ ધરવતા અમિતાભ બચ્ચન બોલિવૂડના ટોપ અભિનેતાઓમાંથી એક છે. તેમની એન્ટ્રીની સાથે જ તેના વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થઈ જતા હોય છે. પણ હવે અમિતાભ બચ્ચન કરતા 1 ઈંચ વધુ હાઈટ ધરાવતા 6.3 ઈંચના એક ખેલાડીનું ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ થશે.

1 / 5
 વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થયો છે. તેના સ્થાને 23 વર્ષીય દેવદત્ત પડિકલને ટીમમાં સ્થાન મળ્યુ છે. રાજકોટ ટેસ્ટમાં તે ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કરે તેવી સંભાવના વધી ગઈ છે.

2 / 5
ઈંગ્લેન્ડનો કોઈ બોલર દેવદત્ત પડિકલ સામે બાઉન્સર નહીં ફેંકી શકે. કારણ કે દેવદત્ત પડિકલ 6 ફૂટ 3 ઇંચની હાઈટ ધરાવે છે.

3 / 5
 IPLની પ્રથમ સિઝનમાં જ શાનદાર પ્રદર્શન કરીને તેણે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. તેને આંતરડાની ગંભીર સમસ્યા થઈ, જેના કારણે તેના ફોર્મ અને ફિટનેસને બે વર્ષ સુધી અસર થઈ.

4 / 5
દેવદત્ત પડિક્કલ હાલમાં સતત રણજી ટ્રોફી રમી રહ્યા હતા. તે અત્યારે શાનદાર ફોર્મમાં છે.પડિકલે તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે શાનદાર સદી અને 151 રનની ઇનિંગ રમી હતી.

5 / 5
દેવદત્તે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 31 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 44ની એવરેજથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 12 અડધી સદી અને 6 સદી ફટકારી છે. લિસ્ટ એની 30 મેચમાં તેણે 81.52ની એવરેજથી 1875 રન ફટકાર્યા છે. જેમાં 8 સેન્ચુરી અને 11 ફિફટીનો સમાવેશ થાય છે. ઘરેલૂ ટી20 ટૂર્નામેન્ટની 92 મેચમાં તેણે 3 સેન્ચુરી અને 17 ફિફટીની મદદથી 2768 રન ફટકાર્યા છે.

Next Photo Gallery