
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મીડિયા વેબસાઈટ cricket.com.au એ બધાને ચોંકાવી દેતા આ ટીમની કમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને નહીં, પરંતુ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલરને આપી હતી. જ્યારે કમિન્સને ટીમમાં સ્થાન પણ નથી મળ્યું.

વર્ષ 2024માં બુમરાહે સૌથી વધુ 71 વિકેટ લઈને અન્ય તમામ બોલરોને પાછળ છોડી દીધા છે. વર્તમાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહે અત્યાર સુધી 4 મેચમાં સૌથી વધુ 30 વિકેટ લીધી છે. આ સિવાય તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં પણ હરાવ્યું હતું, જેમાં બુમરાહે સૌથી વધુ 9 વિકેટ લીધી હતી. (All Photo Credit : PTI / GETTY)