Breaking News : ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે VVS લક્ષ્મણની નિમણૂક, એશિયન ગેમ્સમાં સંભાળશે કાર્યભાર

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ VVS લક્ષ્મણને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી સોંપી છે. નિયમિત મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં લક્ષ્મણ ટીમ સાથે રહેશે. ખાસ વાત એ છે કે એશિયન ગેમ્સમાં શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ કરશે અને લક્ષ્મણ ફરી એકવાર યુવા ખેલાડીઓ સાથે જોવા મળશે.

| Updated on: Sep 03, 2026 | 8:31 PM
1 / 5
એશિયન ગેમ્સ 2026નું આયોજન જાપાનના આઈચી-નાગોયામાં થઈ રહ્યું છે. ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ભારતીય પુરુષ ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં રહેશે જ્યારે કોચિંગની કમાન લક્ષ્મણ સંભાળશે.

2 / 5
BCCIએ VVS લક્ષ્મણને આ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપી છે. નિયમિત હેડ કોચ ગૌતમ ગંભીર આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે સિનિયર ટીમ સાથે રહેશે.

3 / 5
લક્ષ્મણ અગાઉ પણ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના કોચ રહી ચૂક્યો છે. 2023ની એશિયન ગેમ્સમાં તેના માર્ગદર્શન હેઠળ ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ પાસેથી ફરી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

4 / 5
લક્ષ્મણની સાથે કોચિંગ સ્ટાફમાં સુનિલ જોશી, ઋષિકેશ કાનિટકર અને સુભાદીપ ઘોષ પણ રહેશે. આ ટીમમાં યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળવાની શક્યતા છે.

5 / 5
આ નિર્ણયથી સ્પષ્ટ છે કે એશિયન ગેમ્સ માટે BCCIએ અલગ કોચિંગ સેટઅપ તૈયાર કર્યું છે. લક્ષ્મણના અનુભવનો લાભ લઈને ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં પોતાનો ખિતાબ બચાવવાનો પ્રયાસ કરશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.