Breaking News: 63 સદી ફટકારનાર શ્રીલંકાનો દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાની હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો

શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન અને રાજસ્થાન રોયલ્સના હેડ કોચનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે ટીમ ઈન્ડિયાની હેલ્મેટ પહેરીને ક્રિકેટ મેચ રમતો જોવા મળે છે. ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ એ થયો છે કે આ શ્રીલંકન ખેલાડી ભારતીય ટીમની હેલ્મેટ પહેરીને કેમ મેદાનમાં આવ્યો. ચાલો જાણીએ.

| Updated on: Jun 19, 2026 | 9:31 PM
1 / 5
શ્રીલંકાનો દિગ્ગજ બેટ્સમેન અને રાજસ્થાન રોયલ્સનો હેડ કોચ કુમાર સંગાકારા હાલમાં ઈંગ્લેન્ડમાં ગ્રામીણ ક્રિકેટ રમી રહ્યો છે. 48 વર્ષની ઉંમરે પણ સંગાકારાનું બેટ હજુ પણ ધૂમ મચાવી રહ્યું છે, પરંતુ તેનું હેલ્મેટ હાલમાં સોશિયલ મીડિયા પર તેની રમત કરતાં વધુ ધ્યાન ખેંચી રહ્યું છે.

2 / 5
સંગાકારા ઈંગ્લેન્ડમાં સ્થાનિક ગામડાની ક્રિકેટ ટીમ શિલિંગસ્ટોન ક્રિકેટ ક્લબ માટે રમે છે. તાજેતરમાં જ્યારે સંગાકારા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે તેના હેલ્મેટ પર ભારતીય ત્રિરંગો અને BCCIનો સત્તાવાર લોગો હતો, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

3 / 5
અહેવાલો અનુસાર, આ ખાસ હેલ્મેટ ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ દ્વારા સંગાકારાને ભેટમાં આપવામાં આવ્યું હતું. સંગાકારા IPLમાં રાજસ્થાન રોયલ્સનો કોચ છે, અને યશસ્વી આ ટીમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઈંગ્લેન્ડમાં એક મેચ રમતી વખતે સંગાકારાએ ગર્વથી આ ભેટ આપેલ હેલ્મેટ પહેર્યું હતું.

4 / 5
સંગાકારાએ મેદાન પર પોતાના ક્લાસ બતાવ્યો અને અણનમ 168 રન બનાવ્યા, જેમાં 16 શાનદાર ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેના 130 રન ફક્ત ચોગ્ગા અને છગ્ગાથી જ બન્યા હતા.

5 / 5
કુમાર સંગાકારા વિશ્વના મહાન ખેલાડીઓમાં એક છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 28,016 રન બનાવ્યા છે, જેમાં 63 સદીનો સમાવેશ થાય છે. (PC: Getty/X)

Published On - 9:30 pm, Fri, 19 June 26

Follow Us