
સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ ભારતની મહિલા ક્રિકેટ ટીમ T20 બાદ હવે ODIમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે.

ફૂલટાઈમ કેપ્ટન બન્યા પહેલા પણ વનડેમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે. ઝિમ્બાબ્વે સામેની પહેલી મેચ તેની કેપ્ટનશીપ હેઠળની પાંચમી વનડે મેચ હશે.

સ્મૃતિ મંધાનાનો વનડેમાં કેપ્ટન તરીકેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ ટીમ ઈન્ડિયા માટે જીતની ગેરંટી માનવામાં આવે છે.

ટીમ ઈન્ડિયાની વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપતી વખતે સ્મૃતિ મંધાનાને ચાર વનડેમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી, અને મહત્વની વાત એ છે કે ભારતે તે બધી મેચ જીતી છે.

આનો અર્થ એ થયો કે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ ભારતનો વનડેમાં જીતનો રેકોર્ડ 100 ટકા છે એટલે કે જીતની ગેરંટી.

સ્મૃતિ મંધાનાએ ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડ સામેની ODIમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ 2025માં તેણીએ આયર્લેન્ડ સામેની ત્રણ ODI માં ટીમનું નેતૃત્વ કર્યું હતું.

સ્મૃતિની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચારેય મેચ જીતી હતી અને આ ચારેય મેચમાં સ્મૃતિએ મજબૂત બેટિંગ કરી હતી. સ્મૃતિ મંધાનાએ પોતાની કેપ્ટનશીપ હેઠળ છેલ્લી ચાર મેચોમાં 149.41 ના સ્ટ્રાઇક રેટથી 254 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

બધાની નજર હવે વડોદરા પર છે, જ્યાં સ્મૃતિ મંધાના પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેની કેપ્ટનશીપ કરશે. મંધાના આ મેચ જીતીને પોતાનો 100% જીતનો રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. (PC: PTI/X)