
દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવીને ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચનું સ્થાન મેળવી લીધું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાનું અઢી વર્ષનું વર્ચસ્વ સમાપ્ત થયું છે. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ 129 મહિના બાદ ફરી નંબર-1 ટેસ્ટ ટીમ બની છે.

ડરબનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે હિંમત હાર્યા વિના બીજી ટેસ્ટમાં વાપસી કરી અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી.

ગબેરખા ટેસ્ટમાં મળેલી જીતથી દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં વાપસી કરી હતી. ત્યારબાદ ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ટીમે ઓસ્ટ્રેલિયા સામે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું.

કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવ્યું હતું. આ સાથે શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી.

આ શ્રેણી જીતની સાથે જ દક્ષિણ આફ્રિકાએ ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. હવે દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે.

છેલ્લાં અઢી વર્ષથી ઓસ્ટ્રેલિયાનું ટેસ્ટ રેન્કિંગમાં વર્ચસ્વ હતું. જોકે, દક્ષિણ આફ્રિકાની જીતે આ શાસનનો અંત લાવી દીધો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નો તાજ દક્ષિણ આફ્રિકાના નામે થયો છે.

દક્ષિણ આફ્રિકાએ 10 વર્ષ અને 9 મહિના એટલે કે 129 મહિના બાદ ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ટીમ છેલ્લે જાન્યુઆરી 2016માં નંબર-1 બની હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યા બાદ હવે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર-1નું સ્થાન મેળવીને પોતાની સિદ્ધિમાં વધુ એક મોટું સીમાચિહ્ન ઉમેર્યું છે. (PC:PTI/X/BCCI)