110 રનમાં અડધી ટીમ ખતમ, પછી કેપ્ટને એકલા હાથે ઓસ્ટ્રેલિયાની બાજી બગાડી, ફટકારી દમદાર સદી

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ટેમ્બા બાવુમાએ મક્કમ બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. માર્કો જેન્સને પણ 85 રન બનાવીને સાથ આપ્યો હતો. બંને વચ્ચેની શાનદાર ભાગીદારીએ દક્ષિણ આફ્રિકાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

| Updated on: Oct 20, 2026 | 8:34 PM
1 / 8
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 110 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ટેમ્બા બાવુમાએ સદી ફટકારીને ટીમને સંભાળી હતી.

2 / 8
ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં વરસાદને કારણે પ્રથમ બે દિવસની રમત પર અસર પડી હતી. સ્કોટ બોલેન્ડની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 97 રનમાં 5 વિકેટ ગુમાવી હતી.

3 / 8
ત્રીજા દિવસે વિઆન મુલ્ડર આઉટ થતાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 110 રનમાં 6 વિકેટ થયો હતો. ત્યારબાદ બાવુમાએ એક છેડો સંભાળીને ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો.

4 / 8
બાવુમાએ 223 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી હતી, જ્યારે સમગ્ર કારકિર્દીની પાંચમી સદી હતી.

5 / 8
બાવુમાને માર્કો જેન્સનનો શાનદાર સાથ મળ્યો હતો. જેન્સને આક્રમક બેટિંગ કરીને 100 બોલમાં 85 રન બનાવ્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો.

6 / 8
બંને બેટ્સમેન વચ્ચે સાતમી વિકેટ માટે 132 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાના બોલરો પર દબાણ વધારી દીધું હતું.

7 / 8
બાવુમાએ ધીરજ અને મક્કમતા સાથે બેટિંગ કરી હતી, જ્યારે જેન્સને તક મળતાં આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. બંનેના યોગદાનથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 300ને પાર પહોંચ્યો હતો.

8 / 8
બાવુમાની સદી અને જેન્સનની 85 રનની ઇનિંગે દક્ષિણ આફ્રિકાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું હતું. બીજી તરફ, સ્કોટ બોલેન્ડે પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા તરફથી પ્રભાવશાળી બોલિંગ કરી હતી. (PC:PTI/X)

Published On - 8:34 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.