
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સૌથી ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં 2 વિકેટ લેતા જ 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.

મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 450 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી ઝડપી બોલર બન્યો છે.

સ્ટાર્ક 450 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વનો દસમો અને ઓસ્ટ્રેલિયાનો ચોથો બોલર બન્યો છે.

આ મેચ પહેલા સ્ટાર્કને 450 વિકેટ સુધી પહોંચવા માટે ફક્ત 2 વિકેટની જરૂર હતી, જે તેણે મેચના ત્રીજા દિવસે શાનદાર પૂર્ણ કરી હતી.

મિશેલ સ્ટાર્કે 109 ટેસ્ટ મેચોમાં લગભગ 26 ની સરેરાશથી 450 વિકેટ લીધી છે.

મિશેલ સ્ટાર્ક શેન વોર્ન (708 વિકેટ), નાથન લિયોન (573 વિકેટ) અને ગ્લેન મેકગ્રા (563 વિકેટ) પછી સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ઓસ્ટ્રેલિયન બોલર છે.

મિશેલ સ્ટાર્ક સૌથી ઓછા બોલ ફેંકી 450 ટેસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો છે. સ્ટાર્કે આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત 20,577 બોલ ફેંક્યા હતા.

સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન બોલર ગ્લેન મેકગ્રાનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 23,474 બોલમાં 450 ટેસ્ટ વિકેટ લીધી હતી. (PC-PTI/X)