
ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં પાસિન્દુ સૂર્યબંદારાએ શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. જોકે, બંને ઇનિંગમાં તે સદી સુધી પહોંચી શક્યો નહોતો.

બીજી ઇનિંગમાં સૂર્યબંદારા 92 રન પર બેટિંગ કરી રહ્યો હતો. માનવ સુથારના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે વિકેટ ગુમાવી દીધી. તે સ્ટમ્પ આઉટ થયો અને માત્ર 8 રનથી સદી ચૂકી ગયો.

સૂર્યબંદારાની આ વિકેટ સાથે 1993ની એક ઘટના યાદ આવી ગઈ. તે સમયે શ્રીલંકાનો દિગ્ગજ અરવિંદા ડી સિલ્વા કોલંબોના SSC ગ્રાઉન્ડ પર 93 રને આઉટ થયો હતો અને નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે.

આ રીતે 33 વર્ષ બાદ શ્રીલંકાના કોઈ બેટ્સમેનને કોલંબોના આ મેદાન પર સદીથી નજીક પહોંચીને વિકેટ ગુમાવવી પડી છે. સૂર્યબંદારા માટે આ નિરાશાજનક ક્ષણ રહી.

સૂર્યબંદારા પહેલા શ્રીલંકાના રોય ડાયસ, રવિ રત્નાયકે, મારવાન અટાપટ્ટુ, એન્જેલો મેથ્યુસ અને દિમુથ કરુણારત્ને પણ ભારત સામે નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે. (PC:PTI)