
પ્રેગ્નન્સી પછી ક્રિકેટમાં પાછા ફરવા અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટરો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ICC ગાઈડલાઈન તે ખેલાડીઓને મદદ કરશે જે પરિવાર શરૂ કર્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાનું પસંદ કરી રહ્યા છે.

ICC એ 100% ક્રિકેટ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ઘણી પહેલો સામેલ છે, જેનો હેતુ ખેલાડીઓ અને સ્ટાફને આ મુદ્દા પર શિક્ષિત કરવાનો છે. ICC એ ભલામણ કરી છે કે બોર્ડ ગર્ભાવસ્થામાંથી પરત ફરતી ખેલાડીઓ માટે એક ખાસ કેસ મેનેજરની નિમણૂક કરે.

કેસ મેનેજર ખેલાડીની પ્રેગ્નન્સી અને રમતમાં પાછા ફરવાની સફર (Return to Play) દરમિયાન સૌથી પહેલા માહિતી મેળવનાર વ્યક્તિ તરીકે કામ કરે, જેથી તેની પાસે ખેલાડીની બધી માહિતીની સૌથી પહેલા રહે.

ICC એ ભલામણ કરી છે કે બોર્ડ પ્રેગ્નન્સી દરમિયાન અને બાળકના જન્મ પછી મહિલા ખેલાડીઓને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ અને અન્ય સેવાઓ પૂરી પાડે.

ICC એ પ્રેગ્નન્સી પછી ખેલાડીઓની સુરક્ષિત અને સ્થાયી વાપસીને પ્રોત્સાહન આપવા માટે 6R ફ્રેમવર્ક બનાવ્યું છે. જે છે Ready, Review, Restore, Recondition, Return અને Refine .

પ્રેગ્નન્સી બાદ વાપસી કરી રહેલી ખેલાડીઓ સાથે મીટિંગ્સ યોજાશે. જેમાં મેડિકલ સ્ટાફ, ફિઝિયો, સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ અને સાયકોલોજીસ્ટની સંપૂર્ણ સપોર્ટ ટીમનો સમાવેશ થશે. (PC: PTI/AI)