ભારતના જમાઈ છે આ વિદેશી ક્રિકેટરો, જુઓ ફોટો

ક્રિકેટ સાથે જોડાયેલી કેટલીક વિવાદાસ્પદ અને કેટલીક લોકપ્રિય સ્ટોરીમાં ભારતીય કનેક્શન દેખાવા સ્વાભાવિક છે. એક બાજુ જ્યાં લોકો વિદેશમાં વસવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારે કેટલાક વિદેશી ક્રિકેટરો એવા પણ છે. જેમણે ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા છે. તેઓ ભારતના જમાઈથી ફેમસ થયા છે.

| Updated on: Aug 19, 2026 | 12:33 PM
1 / 7
ઘણા ફેમસ વિદેશી ક્રિકેટરો છે જેમણે ભારતીય મૂળની અથવા ભારતની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, જેના કારણે તેમને પ્રેમથી ભારતના "જમાઈ" કહેવામાં આવે છે. આમાં ગ્લેન મેક્સવેલ, શોન ટેટ અને મુથૈયા મુરલીધરન જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. વિસ્તારથી જુઓ.

2 / 7
શ્રીલંકાના દિગ્ગજ સ્પિન બોલર મુથૈયા મુરલીધરનની પત્નીનું નામ મધિમાલાર રામમૂર્તિ છે. તેમણે 21 માર્ચ 2005માં ચેન્નાઈમાં મધિમાલાર સાથે લગ્ન કર્યા હતા. મધિમાલર ચેન્નાઈની ફેમસ હોસ્પિટલ ના દિવગંત ડોક્ટર રામમૂર્તિ અને ડો નિત્યા રામમૂર્તિની દીકરી છે. કપલ 2 બાળકોના માતા-પિતા છે.

3 / 7
 ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની રમને બાળકીને જન્મ આપ્યો છે. ગ્લેન મેક્સવેલ અને રમનની પહેલી મુલાકાત 2009માં થઈ હતી. બંને 2022માં લગ્નના બંધનમાં બંધાયા હતા. વિની રમન મૂળ ભારતીય છે.

4 / 7
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર શૈન ટૈટે ભારતીય મોડલ માસુમ સિંધા સાથે 2014ના લગ્ન કર્યા છે. આઈપીએલ 2010માં બંનેની મુલાકાત થઈ હતી. તે સમયે શોન રાજસ્થાન રોયલ્સ માટે રમતો હતો. માસુમ 2001માં મિસ ઈન્ડિયા રહી ચૂકી છે.

5 / 7
 ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ગ્લેન ટર્નરે પંજાબના લુધિયાણામાં જન્મેલી સુખિંદર કૌર સાથે 1973માં લગ્ન કર્યા હતા.સુખિંદર કૌરે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. અંદાજે એક દશક સુધી ડ્યુનેડીન શહેરની મેયર રહી હતી.

6 / 7
બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટઈન્ડિઝના ધાકડ બેટ્સમેન વિવિયન રિચર્ડસ ક્રિકેટ અને બોલિવુડના સૌથી વિવાદિત સંબંધોમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. બંને રિલેશનશીપથી એક દીકરી છે. જે આજે દેશની સૌથી મોટી ફેશન ડિઝાઈનર છે. તેનું નામ મસાબા ગુપ્તા છે. ટુંકમાં નીના અને વિવિયન રિલેશનશીપમાં રહી ચૂક્યા પરંતુ લગ્ન કર્યા નથી.

7 / 7
 જો આમ જોવા જોઈએ તો પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શોએબ મલિક પણ ભારતનો જમાઈ રહી ચૂક્યો છે. શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી બંને અલગ થયા હતા.

Follow Us
Loading...
Unable to load recommendations.