
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શાનદાર સદી ફટકારી હતી. તેણે શ્રીલંકા સામે 132 બોલમાં 167 રન બનાવીને પોતાની ઇનિંગ દરમિયાન એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

બેન ડકેટે પોતાની ઇનિંગમાં એક પણ સિક્સર ન ફટકારીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.

બેન ડકેટે 24 ચોગ્ગા ફટકાર્યા અને એક પણ સિક્સર માર્યા વિના આટલી લાંબી વનડે ઇનિંગ પૂર્ણ કરનાર ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો.

આ ઇનિંગ સાથે બેન ડકેટે એન્ડ્રુ સ્ટ્રોસ, સચિન તેંડુલકર, બ્રાયન લારા અને હાશિમ અમલા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા.

સિક્સર ફટકાર્યા વિના સૌથી લાંબી વનડે ઇનિંગનો વર્લ્ડ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેણે 2016માં દક્ષિણ આફ્રિકા સામે 173 રન બનાવ્યા હતા.

બેન ડકેટની વાત કરીએ તો, તેણે લાહોરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મેદાન પર ચાર મેચમાં ત્રણ ODI સદી ફટકારી છે.

બેન ડકેટ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર સૌથી વધુ ODI સદી ફટકારનાર વિદેશી ખેલાડી બની ગયો છે.

બેન ડકેટે અત્યાર સુધીમાં ODI ક્રિકેટમાં છ સદી ફટકારી છે, જેમાંથી ત્રણ લાહોરમાં ફટકારી હતી. તેણે આ શ્રેણીમાં સતત બે સદી ફટકારી છે. (PC: PTI)
Published On - 10:00 pm, Thu, 29 October 26