જો રૂટે રચ્યો ઇતિહાસ, 23,000 રન બનાવનાર પ્રથમ અંગ્રેજ ખેલાડી બન્યો,સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં એન્ટ્રી

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં 44 રનની ઇનિંગ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ સાથે રૂટ વિશ્વના પસંદગીના બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયા છે. તેઓ આ આંકડો પાર કરનાર વિશ્વના આઠમા બેટ્સમેન બન્યા છે. સક્રિય ખેલાડીઓમાં હવે માત્ર વિરાટ કોહલી જ તેમનાથી આગળ છે.

| Updated on: Sep 22, 2026 | 10:00 PM
1 / 8
જો રૂટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજાર રનનો આંકડો પાર કરીને મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે.

2 / 8
શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં રૂટ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને પોતાની ઇનિંગના 10મા બોલે ચોગ્ગો ફટકારીને આ આંકડો પાર કર્યો હતો.

3 / 8
મેચ પહેલાં રૂટના નામે 22,997 આંતરરાષ્ટ્રીય રન હતા. આ મેચમાં 44 રન બનાવ્યા બાદ તેના કુલ રન 23,041 થઈ ગયા છે.

4 / 8
આ સાથે રૂટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજાર રન બનાવનાર આઠમો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં સચિન તેંડુલકર સૌથી આગળ છે, જેમના નામે 34,357 રન છે.

5 / 8
સક્રિય બેટ્સમેનોમાં વિરાટ કોહલી જ રૂટથી આગળ છે. નોન-એશિયન બેટ્સમેનોમાં રૂટ ઉપરાંત રિકી પોન્ટિંગ અને જેક્સ કાલિસે પણ આ આંકડો પાર કર્યો છે.

6 / 8
રૂટે અત્યાર સુધી 521 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 49.87ની સરેરાશથી 23,041 રન બનાવ્યા છે. તેના નામે 61 સદી અને 122 અડધી સદી પણ છે.

7 / 8
35 વર્ષીય રૂટે 2012માં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે 169 ટેસ્ટમાં 14,278 અને 193 વનડેમાં 7,870 રન બનાવ્યા છે.

8 / 8
રૂટે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 893 રન બનાવ્યા છે. જોકે 2019 બાદ તેને ઈંગ્લેન્ડની T20 ટીમમાં રમવાની તક મળી નથી. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.