

જ્હોન અબ્રાહમ રોટરડેમ ડોકર્સ ટીમનો કો-ઓનર (સહ માલિક) બન્યો છે. જોન્ટી રોડ્સ, ફાફ ડુ પ્લેસિસ અને હેનરિક ક્લાસેન પણ આ ટીમના સહ માલિકો છે.

ટીમના માલિક બન્યા પછી જ્હોન અબ્રાહમે કહ્યું કે ક્રિકેટમાં લોકોને એક કરવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. જ્હોનના મતે યુરોપમાં ક્રિકેટના વિસ્તરણની અપાર સંભાવનાઓ છે.

જ્હોન અબ્રાહમના મતે તેની ટીમ રોટરડેમ ડોકર્સ મજબૂત નેતૃત્વ ધરાવે છે અને ફ્રેન્ચાઈઝી લીગમાં પોતાને સ્થાપિત કરશે. અભિનેતા અભિષેક બચ્ચન ETPL નો કો-ફાઉન્ડર છે.

યુરોપિયન T20 લીગ 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. રાહુલ દ્રવિડ, સ્ટીવ વો, ગ્લેન મેક્સવેલ અને નાથન મેક્કુલમ જેવા દિગ્ગજો આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ અને આર. અશ્વિન જેવા દિગ્ગજો પણ આ લીગમાં રમશે. (PC-PTI)