Breaking News: ઓસ્ટ્રેલિયન અમ્પાયરની રણજી ટ્રોફીમાં એન્ટ્રી, ભારત-ઓસ્ટ્રેલિયાએ શરૂ કર્યો ખાસ પ્રોગ્રામ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ અમ્પાયરિંગનું સ્તર સુધારવા માટે ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયાનો બેન ટ્રેલોર ભારતમાં રણજી ટ્રોફીની બે મેચમાં અમ્પાયરિંગ કરશે, જ્યારે ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયામાં ત્રણ ઘરેલુ મેચમાં જવાબદારી સંભાળશે. આ કાર્યક્રમથી બંને દેશના અમ્પાયરોને નવી પરિસ્થિતિઓમાં કામ કરવાનો અનુભવ મળશે.

| Updated on: Oct 20, 2026 | 5:00 PM
1 / 8
ભારત અને ઓસ્ટ્રેલિયાએ અમ્પાયરિંગનું સ્તર સુધારવા માટે ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે. બેન ટ્રેલોર ભારતમાં રણજી ટ્રોફીની બે મેચમાં અમ્પાયરિંગ કરશે.

2 / 8
બેન ટ્રેલોર 18થી 21 ઓક્ટોબર દરમિયાન દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચમાં અમ્પાયરિંગ કરશે. ત્યારબાદ 26થી 29 ઓક્ટોબર દરમિયાન મુંબઈ અને હરિયાણા વચ્ચેની મેચમાં ફરજ બજાવશે.

3 / 8
આ કાર્યક્રમના ભાગરૂપે ભારતીય અમ્પાયર પરાશર જોશી ઓસ્ટ્રેલિયા જશે. તે ત્યાં બે શેફિલ્ડ શીલ્ડ અને એક વન ડે કપ મેચમાં અમ્પાયરિંગ કરશે.

4 / 8
બેન ટ્રેલોરને ઘરેલુ ક્રિકેટમાં અમ્પાયરિંગનો સારો અનુભવ છે. તે અત્યાર સુધી 30 ફર્સ્ટ ક્લાસ અને 20 લિસ્ટ A મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યો છે.

5 / 8
બેન ટ્રેલોરે બિગ બેશ લીગની 39 મેચમાં પણ અમ્પાયર તરીકે જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત, તેઓ બે મહિલા વનડે અને ચાર મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યો છે.

6 / 8
મેદાન પરની જવાબદારી ઉપરાંત બેન ટ્રેલોર ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સમાં અમ્પાયર એજ્યુકેશન ઓફિસર તરીકે કામ કરે છે. તે નવા અમ્પાયરોને તાલીમ અને માર્ગદર્શન આપે છે.

7 / 8
અમ્પાયરિંગના શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ બેન ટ્રેલોરને ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ અમ્પાયર્સ એન્ડ સ્કોરર્સ એસોસિએશન તરફથી ચાર વખત જ્યોર્જ બોરવિક મેમોરિયલ એવોર્ડ મળ્યો છે.

8 / 8
આ એક્સચેન્જ પ્રોગ્રામથી બંને દેશના અમ્પાયરોને અલગ પરિસ્થિતિઓ અને ક્રિકેટ માળખામાં કામ કરવાની તક મળશે. સાથે જ અમ્પાયરિંગની કુશળતા અને અનુભવમાં વધારો કરવાનો હેતુ છે. (PC:PTI/X)

Published On - 4:59 pm, Tue, 20 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.