
જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સની થઈ શરૂઆત.

સમ્રાટ નારુહિતોએ 19 સપ્ટેમ્બર, શનિવારના રોજ એક શાનદાર ઉદ્ઘાટન સમારોહમાં ગેમ્સની શરૂઆતની ઘોષણા કરી.

નાગોયા શહેરના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે લગભગ બે કલાક સુધી એક સુંદર અને રંગબેરંગી ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

એશિયન ગેમ્સ 2026 ઉદ્ઘાટન સમારોહની શરૂઆત જાપાની રાષ્ટ્રગીતના ગાન સાથે થઈ.

ઉદ્ઘાટન સમારોહમાં જાપાને વિવિધ કાર્યક્રમો દ્વારા વિશ્વ સમક્ષ પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું.

સુપ્રસિદ્ધ જાપાની હેમર થ્રોઅર શિગેનોબુ મુરોફુશી અને કોજી મુરોફુશીની પિતા-પુત્ર જોડીએ એશિયન ગેમ્સની મશાલ પ્રગટાવી.

એશિયન ગેમ્સમાં ભાગ લેનારા 45 એશિયન દેશોના હજારો ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા અને ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો.

સ્ટાર શૂટર મનુ ભાકર અને મહાન કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ઉદઘાટન સમારોહમાં ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કર્યું.

મનુ ભાકર અને પવન સેહરાવત ભારતના ધ્વજવાહક (Flag bearer) બન્યા અને ત્રિરંગો લહેરાવીને ભારતનું ગૌરવ વધાર્યું. (PC: PTI/Getty Images)