
અગ્નિ ચોપરાની ખાસ વાત એ હતી કે તેની બેટિંગ એવરેજ અને સદી બંને ટોપ 2 બેટ્સમેન કરતાં વધુ સારી હતી. વર્ષ 2024માં અગ્નિએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 94.94ની એવરેજથી રન બનાવ્યા છે. તેના બેટમાંથી સૌથી વધુ 9 સદીઓ આવી હતી. અગ્નિ ચોપરાએ મિઝોરમ માટે 11 મેચની 20 ઈનિંગ્સમાં કુલ 1804 રન બનાવ્યા છે.

અગ્નિ ચોપરા વર્ષ 2024માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતનો નંબર વન બેટ્સમેન બન્યો હતો. તેના પછી ચેતેશ્વર પૂજારાએ ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા છે. ભારતના કુલ 4 બેટ્સમેન ટોપ 10માં સામેલ હતા, જેમાં યશસ્વી જયસ્વાલ અને કરુણ નાયર પણ સામેલ છે. (All Photo Credit : Instagram/Agni chopra)
Published On - 4:45 pm, Thu, 9 January 25