દક્ષિણ આફ્રિકાનો બદલાયો કેપ્ટન, 31 વર્ષીય સ્પિનરને અચાનક મળી ટીમની કમાન

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે નામિબિયા પ્રવાસ માટે ઘોષિત કરેલી ટીમમાં એક એવો નિર્ણય લીધો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. એક અનુભવી સ્પિનરને પહેલીવાર ટીમનું નેતૃત્વ સોંપાયું છે, તો સાથે જ સ્ટાર ખેલાડીઓના ભાઈઓ અને યુવા ચહેરાઓની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. જાણો વિન્ડહોકમાં રમાનારી આ મહત્વપૂર્ણ શ્રેણીમાં કયા નવા ખેલાડીઓ પર દાવ ખેલવામાં આવ્યો છે.

| Updated on: Aug 11, 2026 | 9:31 PM
1 / 5
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે 11 ઓગસ્ટે નામિબિયા પ્રવાસ માટે પોતાની વ્હાઇટ બોલ ટીમની જાહેરાત કરી છે. 31 વર્ષીય સ્પિનર બજોર્ન ફોર્ટુઈનને પ્રથમ વાર કેપ્ટન બનાવી મોટી જવાબદારી સોંપાઈ છે.

2 / 5
આ પ્રવાસમાં દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન વિન્ડહોક ખાતે T20 ત્રિકોણીય શ્રેણી રમાશે. ત્યારબાદ 9 થી 13 સપ્ટેમ્બર દરમિયાન નામિબિયા સામે ત્રણ વનડે રમાશે.

3 / 5
સ્ટાર ઓલરાઉન્ડર માર્કો જેન્સનના જોડિયા ભાઈ ડુએન જેન્સનનો ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા પ્રદર્શનના આધારે આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેનો આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હોઈ શકે છે.

4 / 5
ટીમમાં એથન બોશે હજુ સુધી T20 રમી નથી, જ્યારે કોનોર એસ્ટરહુઇઝેન, જોર્ડન હાર્મન અને ન્કોબાની મોકોએનાને પ્રથમ વખત વનડે શ્રેણી માટે કોલ-અપ મળ્યો છે.

5 / 5
દક્ષિણ આફ્રિકાની આ નવી અને યુવા ટીમ નામિબિયાના વિન્ડહોક ગ્રાઉન્ડ પર યાદગાર દેખાવ કરીને શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. (PC:X/CSA)

Published On - 9:29 pm, Tue, 11 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.